Wednesday, November 6, 2019

અમારો જ વાંક?


ઝાકળ બની ને ભી'જવશો, પણ કરા બની ને વાગી પડશો એ જાણ્યું ન હતુ મરજી તો તમારી પણ તો હતી જ ને, મે કાંઇ એકલા એ સહવાસ માણ્યું ન હતુ. એ તો પવનની લહેરે પાલવનો છેડો ફરક્યો હતો, અમે કાંઇ જાણી જોઈને તાણ્યું ન હતુ. બગીચામાં ફુલ તો ઘણાં હતાં પણ તમે સુંગધ માટે ગુલાબ તોડ્યું એ અમને ગમ્યું ન હતુ. સાથે રહેશું એવી વાત તમે કરતા હતાં પણ અમે તમારી શરત વિશે વાંચ્યું ન હતુ.
   વરસાદના આ મોસમમાં,વાદળના અંઘારે ઉગ્યો તો રોજ હતો પણ તને દેખાયુ ન હતુ. શક કર્યો તમે અમારા દિલ ઉપર, તમને સોંપ્યા પછી અમારી પાસે કાંઈ રહ્યું ન હતુ.


No comments:

Post a Comment